BREAKING NEWS

logo

'આશિક બનાયા'ના રિક્રીએટ વર્ઝનમાં જોવા મળ્યો ઉર્વશી રૌતેલાનો કાતિલ અંદાજ

હેટ સ્ટોરી-4નું પહેલું સોન્ગ રિલિઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ હિમેશ રેશમિયાના સુપરહિટ સોન્ગ આશિક બનાયાનું રિક્રિએટ વર્ઝન છે. આ સોન્ગ માટે હિમેશ રેશમિયાની સાથે નેહા કક્કરે પણ પોતાનો કંઠ આપ્યો છે.  આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

સાથે જ ફિલ્મના આશિક બનાયા સોન્ગમાં ઉર્વશી બોલ્ડ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. આ સોન્ગમાં ઉર્વશીની સાથે કરણ વાહી પણ છે. ફિલ્મના ટ્રેલરમાં પણ ઉર્વશીનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે પરંતુ આ સોન્ગમાં ઉર્વશીનો કાતિલ અંદાજ જોઇ શકાય છે.

હેટ સ્ટોરીની ચોથી કડી હેટ સ્ટોરી-4માં ઉર્વશી રૌતેલા,કરણ વાહી ઉપરાંત વિવાન ભથેના અને પંજાબી સ્ટાર ઇહાના ધિલ્લોન પણ લીડ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું તેના ગણતરીના કલાકોમાં ટ્રેલરને હજારો લાઇક્સ અને વ્યુઝ મળ્યાં છે.