BREAKING NEWS

logo

અમદાવાદના ખોડિયારમાં પોલીસ રેડમાં ઝડપાયું હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટ

અમદાવાદના ખોડિયાર વિસ્તારમાં આવેલા એક લક્ઝુરિયસ ફ્લેટમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની પોલીસને મળેલી બાતમીને આધારે છાપો મારવામાં આવતા, પોલીસે પાંચ ગ્રાહકો અને વિદેશી યુવતી સહિત ચાર લલનાઓ તેમજ બે દલાલની રંગેહાથે ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસને રવિવારે સાંજે મળેલા એક મેસેજને પગલે પોલીસે ખોડિયાર ગામ સ્થિત અદાણી શાંતિગ્રામના જી-1 904 નંબરના ફ્લેટમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની મળેલી માહિતીને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં અહિં છેલ્લા બે મહિનાથી હાઈપ્રોફાઇલ સેક્સરેકેટ ચાલતું હોવાનું જાણવા મળતાં, પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને છાપો માર્યો હતો. આ રેડ બોપલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ચાર યુવતી, પાંચ ગ્રાહક અને બે દલાલ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી રૂપલલનાઓ દ્વારા દેહ વ્યાપાર કરાતો હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઇને પોલીસે રવિવારે અદાણી શાંતિગ્રામમાં રેડ કરી હતી, જેમાં વિદેશી યુવતી સહિત ચાર રૂપ લલનાઓ સાથે રંગરેલીયા મનાવતા નબીરા ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલી યુવતીઓમાંથી એક મહિલા વિદેશી હોવાનું અને અન્ય ત્રણ યુવતીઓ મુંબઇ તેમજ અન્ય રાજ્યની હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે આરોપીઓની પુછપરછ કરી વધું તપાસ હાથ ધરી છે.

બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એચ. ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસે ગ્રામ્ય પોલીસ તરફથી મળેલા મેસેજ પછી ખરાઇ કરી ખોડિયાર ગામ સ્થિત અદાણી શાંતિગ્રામના જી-1 બ્લોકમાં આવેલા 904માં રેડ કરતાં આ સેક્સ રેકેટ ઝપાયું હતું. ગ્રાહકો પાસેથી પાંચ ગાડી મળી આવી છે. જે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ખુલેલી વધું વિગતો મુજબ આ ફ્લેટ છેલ્લા બે મહિનાથી 16 હજાર રૂપિયે ભાડેથી લઈને રેકેટ ચલાવતા હતા. પોલીસે નવા નરોડામાં રહેતા ભરત માંગીલાલ માળી અને હીરાવાડી ખાત રહેતા પ્રકાશ પટેલની ધરપકડ કરી છે. ભરત અગાઉ પણ બે વખત સેક્સ રેકેટમાં પકડાયેલો છે.