BREAKING NEWS

logo

નિધનના કલાકો પહેલા જ શ્રીદેવી બની અનિલ અંબાણીની સંબંધી, આ કારણથી મોકલ્યું પ્રાઇવેટ પ્લેન!

ભારતની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીનું નિધન થઇ ચૂક્યુ છે. પરંતુ તેમના નિધન પછીના 3 દિવસ બોની કપૂર અને તેમની પરિવાર માટે ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા. જ્યારે દુબઇથી તેમનું પાર્થિવ શરીર ભારત પરત લાવવાનું હતુ ત્યારે અનિલ અંબાણીએ પોતાનું પ્રાઇવેટ પ્લેન મોકલ્યું હતુ. પરંતુ શું તમે જાણો છે કે અનિલ અંબાણી અને શ્રીદેવી તાજેતરમાં જ સંબંધી બન્યા હતા. તેમનું આ ક્નેક્શન મોહિત મારવાહના લગ્નથી છે.

મોહિત મારવાહની પત્ની છે સંબંધી:

શ્રીદેવી પોતાના ફેમિલીની સાથે પોતાના સંબંધી મોહિત મારવાહના લગ્નમાં ગઇ હતી. મોહિત મારવાહના લગ્ન 24 ફેબ્રુઆરીએ થયા હતા. મોહિતના લગ્ન અંતરા મોતીવાલા સાથે થયા. અંતરા અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીની ભત્રીજી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, સંબંધમાં મોહિત મારવાહ બોની કપૂરનો ભાણિયો લાગે છે. મોહિત મારવાહ બોની કપૂર-અનિલ કપૂર-સંજય કપૂરની બહેન રીના મારવાહનો દિકરો છે. શ્રીદેવીની અંતિમ યાત્રામાં મોહિત મારવાહની સાથે અંતરા મારવાહ પણ શામેલ થઇ હતી.