BREAKING NEWS

logo

અમૂલની સાથે બિઝનેસ કરવાની તક, મહિના 5-10 લાખ રૂપિયાની થશે કમાણી

જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યાં છો અને ઇચ્છો છો કે નાના રોકાણમાં દર મહિને મોટી કમાણી કરી થાય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ડેરી પ્રોડક્ટ્સની જાણીતી કંપની અમૂલ સાથે બિઝનેસ કરવાની તક છે. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ખૂબ સરળ છે. જો કે તે અંગેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. આ બિઝનેસમાં અનુભવની પણ જરૂરિયાત નથી, પરંતુ માર્કેટિંગ આવડતું હોવું જોઇએ.

કેમ સરળ છે અમૂલની સાથે બિઝનેસ
અમૂલ સાથે બિઝનેસ કરવો ખૂબ સરળ છે. તેના બે કારણ છે. પહેલું કારણ ગ્રાહક બેસ અને બીજો શહેરના દરેક લોકેશન પર ફિટ. અમૂલના દરેક શહેરમાં કસ્ટમર બેસ ખૂબ મજબૂત છે. લોકો તેની પ્રોડક્ટસને નામથી ઓળખે છે. સાથે જ નાના શહેરોમાં પણ તેની પહોંચ છે. એટલા માટે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવામાં કોઇ નુકસાન નથી. 

કેટલું રોકાણ કરવું પડશે
અમૂલ બે પ્રકારની ફેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રિફંડેબલ બ્રાંડ સિક્યોરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઇક્વીપમેંટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેની વધુ જાણકારી તમને ફ્રેન્ચાઇઝી પેજ પર મળી જશે. 

બીજી ફ્રેન્ચાઇજીમાં 5 લાખ રૂપિયાનું રોકાણ
જો તમે અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ચલાવવા માંગો છો અને તેની ફ્રેન્ચાઇઝી માટે પ્લાન કરી રહ્યાં છો તો તેનું રોકાણ થોડું વધુ છે. તેને લેવા માટે તમારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં બ્રાંડ સિક્યોરિટી 50 હજાર રૂપિયા, રિનોવેશન 4 લાખ, ઇલ્વીપમેંટ 1.50 લાખ રૂપિયા સામેલ છે. 

ફેન્ચાઇઝીથી જોડાયેલી વધુ જાણકારી માટે અહીંયા ક્લિક કરો 

કેટલી થશે કમાણી
અમૂલના અનુસાર ફ્રેન્ચાઇઝીના માધ્યામથી દર મહિને 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઇ શકે છે. જો કે આ જગ્યા પર પણ નિર્ભર કરે છે. અમૂલ આઉટલેટ પર કંપની અમૂલ પ્રોડક્ટના મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MRP પર કમિશન આપે છે. તેમાં એક દૂધની એક થેલી પર 2.5%, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10% અને આઇસક્રીમ પર 20% મળે છે. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેતાં રેસિપી બેસ્ડ આઇસક્રીમ, શેક, પિઝ્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50% કમિશન મળે છે. તો બીજી તરફ પ્રી-પેક્ટ આઇસક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટ પર કંપની 10% કમિશન આપે છે. 

શું છે ફ્રેન્ચાઇઝી લેવાની શરત
જો તમે અમૂલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઇએ. જો આટલી જગ્યા છે તો અમૂલ તમને ફ્રેંચાઇઝી આપી દેશે. બીજી તરફ અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછા 300 વર્ગ ફૂટની જગ્યા હોવી જોઇએ. તેનાથી ઓછી જગ્યામાં અમૂલ ફ્રેન્ચાઇઝી ઓફર કરશે નહી.