BREAKING NEWS

logo

વિવિધ કલા અને કલાકારો એક મંચ ઉપર ...'અમેય' નો હિંમતનગરમાં જલસો ....

હિંમતનગરનું યુવા ગ્રુપ  'અમેય'  દર મહિને કાવ્યપઠનના કાર્યક્રમ યોજે છે અને સાહિત્યપ્રેમી જનતા સમક્ષ પ્રતિભાઓને રજુ કરીને મંચ પૂરું પાડે છે .

સાગર અમ્રિત, નીલ પ્રજાપતિ  હિરેન સુથાર  ગૌરવ શાહ ,અનિલ પંડ્યા ના  પ્રયન્તો થકી રવિવારે તા ૧૮ નારોજ હિંમતનગરના કલાપ્રેમી લોકો  માટે રવિવારની સાંજને યાદગાર બનાવી  હતી .'અમેય' આયોજિત 'જલસો' કાર્યક્રમ માં ચિત્ર-પ્રદર્શન, કવિતા-ગઝલ પઠન, સ્ટોરીટેલિંગ, મોનોએક્ટ, ડાન્સ, સિગિંગ તથા મ્યુઝિક પર્ફોમન્સ દ્વારા લોકો ને  'જલસો' કરાવ્યો હતો .

આ પ્રસંગે લાભુભાઈ પંડ્યા, ધીરાજભાઈ લેઉઆ, અતુલભાઈ પંચાલ, હિતેશભાઈ પટેલ, ડૉ. વિભાબેન ચૌહાણ, રાહુલ સ્નેહી ની  હાજરી થી મંચ જાણે જીવંત  બન્યું હતું . ફોટોગ્રાફર પ્રતીક તેમની  ટીમ સાથે હાજર રહી તમામ કલાકારો  ને પ્રોત્સાહન આપ્યું હતું .ઇવેન્ટ માટે જગ્યા પુરી પાડનાર 'શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, હિંમતનગર'ના સંચાલક તથા ગૌરવ શાહનો 'અમેય' પરિવાર એ મંચ ઉપરથી આભાર માન્યો હતો .

 હિંમતનગર ખાતે પ્રેક્ષકોએ મનભરીને  કાર્યક્રમ માણ્યો હતો . બાળકોને શિક્ષણ સાથે રચનાત્મક પ્રવૃત્તિ માં રસ જાગે તેમાટે  પ્રયત્ન આ યુવા ગ્રુપ સતત પ્રયત્નશીલ છે . v