BREAKING NEWS

logo

ગઢ બચાવો આંદોલન અંતર્ગત ૮ એપ્રિલ એ ઈડરીયા ગઢની મહાપરિક્રમાનું આયોજન

અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આવેલ ઐતિહાસીક ઐતિહાસીક રમણીય ઈડરીયા ગઢના ખોળામાં વર્ષો બાદ એકી સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. ઈડર ગઢ બચાવો સમિતી અને પ્રબુધ્ધ નાગરિકો, સંતો, મહંતો ધ્વારા ઈડરીયા ગઢની પરિક્રમાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ગઢની પરિક્રમાંનો ઉલ્લેખ ઈતિહાસના પાના ખંખોળતા નજર નાખીએ તો' તે સમયના રાજા પોતાના સૈન્ય અને પ્રજાને લઇ સંતોની આગેવાની હેઠળ આ પરિક્રમાનુ આયોજન કરતા. શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકોમાં પણ મુનીઓ ધ્વારા આ ધરતીની પરિક્રમાનો ઉલ્લેખ જોવા મળે છે.

ભુતકાળને તાર્દશ કરતી આ મહા પરિક્રમાને લઇને સમગ્ર ઈડર શહેરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પરિક્રમામા જોડાયેલ ભક્તો માંટે ઠેર- ઠેર ચા, પાણી અને નાસ્તા સહિતની સગવડો પણ કરવામા આવવાની છે. કેટલાક રાજકીય નેતાઓએ તો' બહાર ગામથી આવનારી પ્રજાના સ્વાગત્ માંટે બેનરો પણ લગાવી દિધા છે. ઉલ્લેખનીય છે કે ઈડરીયા ગઢની પરિક્રમામાં સામાન્ય માણસથી લઈ તમામ પક્ષના રાજકીય નેતાઓમાં પણ એક અનેરુ જોમ જોવા મળી રહ્યુ છે. આ પરિક્રમાનુ આયોજન ગઢ બચાવો આંદોલન માંટે મહત્વનુ પુરવાર થશે તેમ માનવામાં આવી રહ્યુ છે. અત્યારે, આ પરિક્રમા માટે સમગ્ર સમાજના લોકોનો સહકાર સાંપડી રહ્યો છે....

ઇતિહાસમાં સમગ્ર ગુજરાતને વિદેશી આક્રમણો થી સુરક્ષિત રાખનાર ઈડરીયા ગઢ ની મહાપરિક્રમાં માં જોડાવા માટે સવારે ૦૭ઃ૦૦ વાગ્યે થી અંદાજીત ૧૨ કિલોમીટરની પરિક્રમામાં તમામ ધર્મ સંપ્રદાયના ધાર્મિક સ્થાનો ની સાથે સાથે ઔષધિઓના ભંડાર તરીકે ઓળખાતા આ ઈડરગઢ ની પરિક્રમાં થશે..સૌ દુઃખોથી મુક્તિ મેળવવા આ મહાપરિક્રમાં માં જોડાવા આહવાહ્ન કરવામાં આવ્યું છે .

 ઈડરગઢની મહાપરિક્રમાનો રૂટ તા ૮/૪/૧૮ ને રવિવારે સવારે ૭:૦૦ કલાકે ઈડરીયા ગઢની તળેટીએ (જુના રાજમહેલ પાસે) ભેગા થવાનુ રહેશે. ત્યાર બાદ ઈડરીયા ગઢની મહાપરિક્રમાંનો પ્રારંભ થશે.

યાત્રા રૂટ નીચે પ્રમાણે રહેશે..

 ઝરણેશ્વર મહાદેવ

 ખોખાનાથ મહાદેવ મંદિર

 કુંડ માગ્રે થઈ ચામુંડા માતાનું મંદિર

 ચંદ્રેશ્વર મહાદેવ મંદિર

 દશામાંનું મંદિર

 સંભવનાથ જૈન દેરાસર

 જોગણી માતાનું મંદિર

 રામદેવપીરના મંદિર

 મહાકાલી માતાના મંદિરે દર્શન 

 શ્રીમદ્ રાજચંદ્રજી આશ્રમની તળેટી થી દર્શન

 બરવાવ રોડ તરફ આગળ વધી બરવાવ ગામે યાત્રાનો પહેલો પડાવ (ચા અને નાસ્તા માંટે )

 બરવાવથી પ્રસ્થાન કરી વીર બાવજીના મંદિરે દર્શન

સારંગપુર ચોકડીથી જંગલ માર્ગે આગળ વધીશું. 

 કણ્વનાથ મહાદેવના મંદિરે બીજો પડાવ 

 મુખ્ય માર્ગે આગળ વધી

શામળિયા સોડ દેરીથી ગઢ તરફ 

 આદિનાથજી દિગમ્બર જૈન દેરાસર

 શાંતિનાથ શ્વેતાંબર જૈન દેરાસર

 હિંગળાજ માતાજીનું મંદિર

 લખુમાં તલાવડી

 વજેશ્વરી માતાનું મંદિર

 ઉત્તરમુખી હનુમાનજી મંદિર

 પંચમુખી મહાદેવ

 વેણી વચ્છરાજ પાતાળ કુંડ

 જ્વાલા માતાનું મંદિર

 મહાકાળી માતાનું મંદિર

 ઐતિહાસીક ઈડરીયા ગઢ ઉપર અંતીમ પડાવ (ભોજન, આરામ ) 

ત્યારબાદ ઈડરીયા ગઢની મહા આરતી કરીને મહાપરિક્રમા પુરી કરાશે