BREAKING NEWS

logo

શુ તમારા કાનમાંથી પણ નીકળે છે ‘રસી’, તો જરૂરથી વાંચો

કાનમાં રસી આવવી એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જ્યારે પણ આ સમસ્યા થાય છે તો તેની સાથે અન્ય નાની-નાની સમસ્યાઓ લઇને આવે છે. જેનાથી સાંભળવામાં તકલીફ, કાનમાં દુખાવો કે ગળામાં દુખાવો કે ખંજવાળ આવવા જેવી સમસ્યાઓ થાય છે. તો ચાલો જોઇએ કેમ કાનમાંથી રસી નીકળે છે.

કાનની બહાર કે અંદર પાણી જેવા રંગહીન તરલ પદાર્થ કે લોહી નીકળે છે. જોકે આ સમસ્યા ગમે તે લોકોને થઇ શકે છે. પરંતુ બાળકો, કુપોષિત લોકો તેમજ તરવૈયાઓના કાનમાં વધારે થાય છે.

કાનમાં રસી આવવાનું કારણ
જોકે આપણા કાન એક નળી દ્વારા નાકની પાછળ તથા ગળાના ઉપરના ભાગથી જોડાયેલી હોય છે. જેથી કેટલીક વખત નાક તેમજ ગળામાં થતી સમસ્યાઓ મધ્ય કાનને અસર કરે છે.

– કાનમાં રસી આવવા પર કાનમાં સોજો આવી શકે છે અને તેની ટ્યૂબ બંધ થઇ જાય છે. જેના કારણે કાનમાં મધ્ય ભાગમાં એક પ્રકારનો તરલ પદાર્થ એકઠું થવા લાગે છે. દબાણ વધવા પર આ તરલ પદાર્થ કાનના પડદાને નુકસાન પહોંચાડે છે અને તે બહાર નીકળે છે. તે સિવાય કેટલાક કારણ સામાન્ય રીતે કાનમાંથી રસી નીકળવા માટે જવાબદાર હોય છે.

– કોઇપણ પ્રકારનો વાયરલ, બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન થવાથી કાનમાંથી રસી નીકળવાનું કારણ હોય શકે છે.
– કાનની બહાર ઇજા થવાથી, ફુલ્લી કે ફૂદ થવા પર પણ કાનમાંથી રસી નીકળવાની સમસ્યા થવા છે.
– વાયુ પ્રદુષણ, એલર્જી, ગળામાં સંક્રમણ, ચિકનપોક્સ, તાવ, કુપોષણ કે કેટલીક વખત ઇન્ફેક્શન થવાના કારણે પણ કાનમાંથી રસી નીકળવાની સમસ્યા થઇ શકે છે.