BREAKING NEWS

logo

કોલેજમાં જ નહીં ઓફિસમાં પણ પહેરી શકો છો પ્રિન્ટેડ લેગિંગ્સ

 

છોકરીઓ માટે આરામદાયક બોટમ વિયર કહેવાતું લેગિંગ્સ હવે વધુ આકર્ષક થઇ ગયું છે. હવે પ્લેન લેગિંગ્સની જગ્યાએ પ્રિન્ટેડ લેગિંગ્સ છોકરીઓને આકર્ષી રહ્યું છે. તેની ખાસિયત એ છે કે તેને કેઝ્યુલ અને ફોર્મલ બંને આઉટફિટ સાથે મેચ કરી પહેરી શકાય છે.

જિમ માટે એવુ આઉટફીટ પહેરવું જોઇએ જે આરામદાયકની સાથે-સાથે કૂલ અને સ્ટાઇલિશ પણ હોય. પ્રિન્ટેડ લેગિંગ્સ તેના માટે પરફેક્ટ સાબિત થઇ રહ્યું છે. પ્લેન ટોપ હોય અથવા ટી-શર્ટ હોય દરેકની સાથે ટ્રેન્ડી લૂકમાં જોવા મળે છે.

કેઝિયુલ લુક સિવાય તેને ઓફિસમાં પણ પહેરી શકાય છે. ફલોરલ, જિયોમેટ્રિક જેવી પ્રિન્ટેડ ઓફિસ માટે ખૂબ સુંદર રહે છે. પાર્ટી આઉટફિટ માટે સીક્વિન્સ પરફેક્ટ ઓપ્શન છે. તેની સાથે ડિઝાઇનર ટોપ પેર સારુ લાગે છે. યુનિક લુક માટે જેકેટની સાથે પણ પહેરી શકાય છે.