BREAKING NEWS

logo

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર "કોના" ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી રહેલ છે. ભારતમાં મારૂતિ સુઝુકીની કાર બાદ હ્યુન્ડાઇની કાર વધુ લોકપ્રિય છે. આ બંને કંપનીઓ અત્યાર સુધી હાઇબ્રિડ કારો જ માર્કેટમાં વેચી રહી હતી. પરંતુ કોના કાર હ્યુન્ડાઇની આ કાર પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે. જો કે એક વાર ચાર્જ કરવા પર 384 કિ.મી સુધીની સફર નક્કી કરશે.

જો કે આ કાર સંપૂર્ણ રીતે સ્વદેશી નહીં હોય. આ કારનાં પાર્ટને ઇમ્પોર્ટ કરીને હ્યુન્ડાઇનાં તમિલનાડુ પ્લાન્ટથી બચાવી શકાશે. દેશમાં જ એસેંબલ થઇને વેચવાને કારણ કારની કિંમત પણ વધુ નહીં હોય. કારમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ વિકલ્પ કંપની દ્વારા આપી શકાય છે. જેમાં આને 1 કલાકથી પણ ઓછા સમયમાં ચાર્જ કરી શકાશે.

નોર્મલ ચાર્જિંગની જો વાત કરીએ તો આને સંપૂર્ણ રીતે ચાર્જ થવામાં 6 કલાકનો સમય લાગશે. આ કારમાં 64 કિલોવોટની બેટરી મળશે કે જે 201 બીએચપીનો પાવર અને 395 એનએમનું ટોર્ક જનરેટ કરશે. કારને સ્પીડનાં મામલાથી જો તપાસવામાં આવે તો આ 167 કિ.મીની સ્પીડ ખૂબ જ સરળતાથી પકડી લેશે.