BREAKING NEWS

logo

લેન્ડિંગ સમયે પ્લેન થયું અનિયંત્રિત, રનવેના બદલે સીધું દરિયામાં જઇ પહોંચ્યું

પ્રશાંત મહાસાગરના તટ પર સ્થિત પાપુઆ ન્યૂ ગિનીનું એક વિમાન ગુરુવારે એક એવી ઘટનાનો શિકાર બન્યુ જેના કારણે સૌકોઇ દંગ રહી ગયાં છે. માઇક્રોનેશિયામાં એક એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે રનવે પર દોડી રહ્યું હતું. તે સમયે પ્લેન એટલું અનિયંત્રિત થઇ ગયું કે પાસેના સમુદ્રમાં જઇ ઘુસ્યુ. પ્લેન રનવેથી આશરે 160 મીટર આગળ સુધી ચાલ્યું ગયું.

આ પ્લેનમાં આશરે 36 યાત્રીઓ અને 11 ક્રૂ મેમ્બર્સ હતા. સ્થાનિક અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી કે Air Niuginiના વિમાનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત છે.