BREAKING NEWS

logo

9 ઓક્ટોબરે ભારતમાં જોવા મળી શકે છે ડેટસનની આ 2 નવી કાર

ભારતમાં ડેટસન કી ગો પ્લસ અને ગો ફેસલિફ્ટ આ વર્ષે 9 ઓક્ટોબરને લોન્ચ કરી શકે છે. એક મળતા અહેવાલ મુજબ કંપની ભારતમાં તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તો ચાલો જાણીએ શું છે ખાસ આ બંને કારમાં..

ડેટસન ગો પ્લસ : ડેટસન ગો પ્લસને હવે ફરી નવી સુવિધા સાથે લોન્ચ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ 7 સીટર કાર છે જે નવા લૂકમાં આવશે. જેમાં નવા લૂક સાથે કેબિન સુધીમાં નવું કાંઇક જોવા મળશે.

જેમ કે નવી હેડલાઇટ્સ, નવા બંપર, નવી ગ્રીલ, ટેલ લાઇટ્સમાં એલઇડી ડીઆરએલ્સ જોવા મળશે. કારને એક નવી એનર્જી આપવા માટે તેમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન હશે. આ એન્જીન અત્યારે પણ હાલના મોડલને પાવર આપી રહ્યું છે.

ડેટસન ગો : ગો પ્લસની સાથે ડેટસન એક નાની કાર ગો નું પણ ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરશે. થોડા સમય અગાઉ નવી ગો ને ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. નવી ગો કારમાં ઘણા નવા ફેરફાર જોવા મળશે.

તે સિવાય તેમાં નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે જેમ કે કારમાં ટચસ્કીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવુ એલોય જોવા મળશે. જ્યારે એન્જીનની વાત કરીએ તો 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન જોવા મળશે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે.