BREAKING NEWS

logo

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. મેચની શરૂઆતમાં પૃથ્વી શો અને કેએલ રાહુલ બેટિંગ કરવા ક્રિઝ પર ઉતર્યા હતા. પરંતુ 32.3 ઓવરના અંતમાં ઇન્ડિયા 174 રન પર 1 વિકેટ ગુમાવી ચુક્યું છે. હાલ ક્રિઝ પર પૃથ્વી શો 101 રને અને ચેતેશ્વર પુજારા 67 રને ક્રીઝ પર છે.  ડેબ્યૂ મેચમાં પૃથ્વીએ  સદી ફટકારી છે.

ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી છે અને ફક્ત 3 રનના ટોટલ સ્કોર પર લોકેશ રાહુલ પેવેલિયન ભેગો થઇ ગયો છે. તેણે શેનોન ગેબ્રિએલે એલબીડબલ્યૂ આઉટ કર્યો છે. લોકેશ રાહુલ શૂન્ય રન પર આઉટ થઇ ગયો છે.

ગત 24 વર્ષમાં ભારતમાં એકપણ ટેસ્ટ જીતી નથી શકી વેસ્ટઇન્ડિઝની ટીમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક તબક્કે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો દબદબો હતો અને તેમની સામે વિજય મેળવવો તે ‘મિશન ઇમ્પોસિબલ’  જ ગણવામાં આવતું હતું. જોકે, એક પછી એક સ્ટાર પ્લેયર્સની નિવૃત્તિ અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડમાં દૂરંદેશીપણાના અભાવને લીધે કેરેબિયન ટીમની પડતીનો જે પ્રારંભ થયો છે તે હજુ સુધી અટક્યો નથી.

હાલ સ્થિતિ એ છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારત સામે ૨૦૦૨ બાદ ટેસ્ટ વિજય મેળવ્યો નથી. આટલું જ નહીં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારતમાં ટેસ્ટ મેચ જીતી હોય તેવું છેલ્લે ૧૯૯૪માં બન્યું હતું