BREAKING NEWS

logo

IND Vs WI : ભારતે 649 રને પ્રથમ ઇનિંગની ઘોષણા કરી, પૃથ્વી-કોહલી-જાડેજાની સદી

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ રાજકોટના સૌરાષ્ટ્ર સંધ સ્ટેડિયમમાં થઇ રહ્યો છે. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી વિરાટ સેનાએ પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 649 રન બનાવીને પોતાની ઇનિંગની ઘોષણા કરી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર સદી ફટકારી છે.

કોહલીની મોટી સિદ્ધી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે વેસ્ટઇન્ડિઝ સામે એક વિશેષ રેકોર્ડ પોતાને નામ કર્યો છે જે આજસુધી અન્ય કોઇ કરી શક્યુ નથી. કોહલી સતત ત્રણ સીઝનમાં એક હજાર કે તેથી વધુ ટેસ્ટ રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત તે એવી ઉપલબ્ધિ હાંસેલ કરનાર દુનિયાનો પહેલો કેપ્ટન પણ બન્યો છે. વિરાટે ગુરુવારે અણનમ રહેતાં 72 રન ફટકાર્યા હતાં. તે હાલની સીઝનમાં એક હજાર રન પૂરા કરવાથી ફક્ત 49 રન જ દૂર છે.

29 વર્ષીય કોહલીએ રાજકોટ ટેસ્ટના બીજા દિવસે જેવી તેણે પોતાની ઇનિંગના 124મો રન કર્યો તેણે આ ઉપલબ્ધિ હાંસેલ કરી લીધી. તેણે લેવિસના બોલ પર ચોક્કો ફટકારીને આ ઉપલબ્ધિ હાંસેલ કરી. કોહલીની આ વિરાટ ઉપલબ્ધિ છે કારણ કે તેણે આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કોહલીએ અગાઉ 2016 (1215 રન) અને (1059 રન)માં પણ ટેસ્ટ મેચોમાં એક હજાર અથવા તેથી વધુ રન ફટકાર્યા છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટને શુક્રવારે પોતાની ઇનિંગ 72 રનથી આગળ વધારી અને પોતાની કરિયરની 24મી સદી ફટકારી. તે સૌથી ઓછી ઇનિંગમાં 24 ટેસ્ટ સદી ફટકારનાર દુનિયાના બીજા બેટ્સમેન છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનના નામે છે. જેણે ફક્ત 66 ઇનિંગમાં 24 ટેસ્ટ સદી ફટકારી છે.

ડેબ્યૂમાં જ પૃથ્વી શૉની શાનદાર સદી

 

18 વર્ષીય પૃથ્વી શૉએ પોતની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ શાનદાર અડધી સદી ફટકારી દીધી છે. તે ડેબ્યૂ ટેસ્ટમાં ફિફ્ટી ફટકારનાર તે ભારતનો સૌથી યુવા બેટ્સમેન છે.

પૃથ્વીએ 56 બોલમાં પોતાની પહેલી ટેસ્ટ અડધી સદી ફટકારી છે. પૃથ્વી શૉ ટેસ્ટમાં ડેબ્યૂ કરતાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. પૃથ્વી શૉ ટેસ્ટમાં ડેબ્યૂ કરતાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેર્કોર્ડ અબ્બાસ અલી બેગના નામે હતો. તેમણે 1959માં 20 વર્ષ 131 દિવસની ઉંમરમાં ઇગ્લેન્ડ સામે માનચેસ્ટર ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી.

તેવામાં જો સૌથી ઓછી ઉંમરના ટેસ્ટ ફિફ્ટી ફટકારવાની વાત કરીએ તો આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે, જેણે 16 વર્ષ 214 દિવસની ઉંમરમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામે 18 વર્ષના યુવા બેટ્સમેન પૃથ્વી શૉએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યુ છે. શૉ ભારત તરફથી ટેસ્ટ કેપ પહેરનાર 239મો ખેલાડી છે. તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ આપી હતી.

પૃથ્વી શૉ 14 પ્રથમ શ્રેણી મેચ રમ્યા બાદ રાષ્ટ્રીય ટીમમાં આવી રહ્યો છે. શૉની કેપ્ટન્સીમાં જ ભારતે આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી છે અને ફક્ત 3 રનના ટોટલ સ્કોર પર લોકેશ રાહુલ પેવેલિયન ભેગો થઇ ગયો હતો. તેને શેનોન ગેબ્રિએલે એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. લોકેશ રાહુલ શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો.