BREAKING NEWS

logo

IND vs WI ટેસ્ટ: ભારતે 272 રનથી વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

રાજકોટ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતે 272 રનથી પ્રથમ મેચ જીતી લીધી છે. આ ભારતીય ટેસ્ટ ટીમની સૌથી મોટી જીત છે.

કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતની ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 181 રનમાં જ ઑલ આઉટ કરી નાખી અને માત્ર ત્રણ દિવસમાં જ ઇનિંગ ખતમ કરી નાખી.

ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમની 14 વિકેટ ખડી પડી હતી. ભારતે માત્ર એક જ ઇનિંગ રમી હતી જેમાં તેમણે 649 રન બનાવ્યાં હતાં.

આ સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં 181 રન અને બીજી ઇનિંગમાં 196 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.

ભારતની બૉલિંગની વાત કરીએ સ્પીનર કુલદીપ યાદવ અને અશ્વિને છ-છ વિકેટ ઝડપી હતી.

ભારતના બૅટ્સમેન છવાયા

પૃથ્વી શૉ

ભારતની બૉલિંગની વાત કરીએ સ્પીનર કુલદીપ યાદવ અને અશ્વિને છ-છ વિકેટ ઝડપી હતી.

ભારતની બૅટિંગ તરફ નજર કરવામાં આવે તો કૅપ્ટન કોહલીએ 139 રન, રવિન્દ્ર જાહેજાએ 100 રન અને પોતાની ડેબ્યૂ મૅચ રમી રહેલા પૃથ્વી શૉએ 134 રન બનાવ્યા હતા.

વિકેટ કીપર ઋષબ પંતે 92 અને ચેતેશ્વર પુજારાએ 86 રનનું યોગદાન આપ્યું હતું.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન રોસ્ટન ચેઝ દ્વારા 53 રન બનાવવામાં આવ્યા હતા.

સૌથી મોટી જીતનો રેકર્ડ

- ક્રિકેટના ઇતિહાસમાં આ ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલાં ભારતે પોતાની સૌથી મોટી જીત આ વર્ષે જૂન માસમાં બેંગ્લોર ખાતે અફઘાનિસ્તાન સાથે રમાયેલી મેચમાં મેળવી હતી. ભારતે 262 રનથી અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.

- આ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 649 રન બનાવ્યા હતા જે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારતનો સૌથી શ્રેષ્ઠ સ્કોર છે.

- ઑલરાઉન્ડ રવિન્દ્ર જાહેજાએ 38મી મેચમાં ટેસ્ટ કાર્દકિર્દીની પ્રથમ સદી બનાવી હતી. સાથે જ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અણનમ સો રન બનાવ્યા.

- ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષની ચોથી ટેસ્ટ સદી ફટકારી છે. આ સાથે જ તેમણે એક વર્ષમાં ફરીથી એક હજારથી વધુ ટેસ્ટ રન બનાવ્યા.

- 29 વર્ષના કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઝડપથી 24 સદી ફટકારનારા બીજા ક્રિકેટર બની ગયા છે. તેમણે 123 ઇનિંગ્સમાં આ રેકર્ડ બનાવ્યો છે.

- પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનારા સૌથી યુવાન ભારતીય બની ગયા છે. સદી ફટકારી ત્યારે તેમની ઉંમર 18 વર્ષ 329 દિવસ હતી.

- પ્રથમ ઇનિંગ્સમાં ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ધમાકેદાર બૉલિંગ કરી ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે એક ઇનિંગ્સમાં સૌથી વધુ વખત એક જ ઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપવાનો હરભજનસિંઘનો રેકર્ડ તોડી નાખ્યો. તેઓ 42 વખત ચાર વિકેટ લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અનિલ કુંબ્લેનો રેકર્ડ 66 છે.

- બીજી ઇનિંગ કુલદીપ યાદવના નામે રહી જેમણે પાંચ વિકેટો ઝડપી. દક્ષિણ આફ્રિકાના બૉલર પૉલ એડમ્સ બાદ બીજા નંબરના ચાઇનામેન બૉલર બની ગયા છે.