BREAKING NEWS

logo

યુક્રેનના શસ્ત્રભંડારમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોઃ 10,000 લોકોને ખસેડાયા

કિવ: યુક્રેનની રાજધાની કિવની પૂર્વમાં ૧૭૬ કિ.મી. દૂર આવેલા સંરક્ષણ મંત્રાલયના શસ્ત્ર ભંડારમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થતાં ભભૂકી ઊઠેલી આગની જવાળાઓથી ભારે અફરાતફરી મચી ગઇ હતી અને સત્તાવાળાઓએ તાબડતોબ પગલાં ભરીને સમગ્ર વિસ્તાર ખાલી કરાવીને ૧૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

આ વિસ્ફોટો આજે સવારે થયા હતા અને તેના પગલે સત્તાવાળાઓએ ર૦ કિ.મી.ની ત્રિજ્યામાં હવાઇપટ્ટી બંધ કરી દીધી હતી અને વાહનવ્યવહાર તેમજ રેલ વ્યવહાર સ્થગિત કરી દીધો હતો.

પ્રચંડ વિસ્ફોટોને કારણે સેંકડો લોકોની રાહત અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મોટા પાયે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.

પ્રાથમિક અહેવાલો અનુસાર ‌આ વિસ્ફોટો પાછળનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી. આ વિસ્ફોટો અકસ્માતને કારણે થયા છે કે પછી કોઇ ભાંગફોડની સા‌િજશ છે કે કેમ? તે અંગે ત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે.

એ જ રીતે શસ્ત્રભંડારમાં થયેલા વિસ્ફોટને કારણે કેટલી ખુવારી થઇ છે તે હજુ સુુધી જાણવા મળ્યું નથી. સમગ્ર વિસ્તાર આગની જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટામાં લપેટાઇ ગયો છે. આ અગાઉ થોડા સમય અગાઉ યુક્રેનની રાજધાની કિવીમાં અમેરિકન દૂતાવાસમાં બ્લાસ્ટ થયો હતો.