BREAKING NEWS

logo

US: 337 કિમી/કલાકની ઝડપે ફ્લોરિડા પહોંચ્યું ચક્રવાત માઇકલ, 1.20 લાખનું સ્થળાંતર

હરિકેન માઇકલ આજે બુધવારે ફ્લોરિડા પેનહેન્ડલ અથવા ફ્લોરિડા બિગ બેન્ડ એરિયામાં ત્રાટકશે. અત્યાર સુધી કેટેગરી-3માં રહેલું વાવાઝોડું માઇકલ કેટેગરી-4માં ફેરવાશે તેવી શક્યતાઓ છે. હાલ માઇકલ વાવાઝોડું કેટેગરી-3માં છે અને તે ફ્લોરિડાના અપાલાચિકોલાથી 378 કિમીએ પહોંચ્યું છે. જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં 314 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ફ્લોરિડા પેનહેન્ડલમાંથી 10,000 લોકોનું સ્થળાંતર કરાવવામાંમ આવ્યું છે. મંગળવાર સુધી માઇકલ કેટેગરી-2નું વાવાઝોડું હતું જેના કારણે અહીં 117 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો. સાંજે માઇકલ કેટગરી-3માં ફેરવાયું હતું. પેનહેન્ડલમાં વાવાઝોડાંના કારણે જીવલેણ પૂર, ભારે પવન અને અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પેનહેન્ડલમાં આ દાયકાનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હશે.

વાવાઝોડું માઇકલ કેટેગરી-3માં ફેરવાઇ ગયું છે અને મંગળવારે 241 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 
- આજે બુધવારે નોર્થ ફ્લોરિડા સુધી પહોંચતા તે કેટગરી-4માં ફેરવાઇ જાય તેવી શક્યતાઓ છે. 
- મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધી માઇકલ સાઉથ-વેસ્ટ અપાલાચિકોલા સુધી 378 કિમી સુધી પહોંચ્યું હતું. 
- મંગળવારે અહીં સ્થાનિકો અને ટૂરિસ્ટ્સ સહિત 1.20 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. 
- ફ્લોરિડા ગવર્નર રિક સ્કોટે માઇકલને 'રાક્ષસી વાવાઝોડું' ગણાવ્યું છે અને ફ્લોરિડાની 35 કાઉન્ટીઝમાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. 
- જ્યોર્જિયા અને અલ્બામાના ગવર્નરે પણ અહીં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. 
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પેનહેન્ડલમાં છેલ્લાં દાયકામાં આવેલું આ સૌથી શક્તિશાળી વાવાઝોડું હશે.

 

બુધવારે સાંજ સુધી ફ્લોરિડામાં ત્રાટકશે માઇકલ


- ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે લોકોને અપીલ કરી છે કે, ફ્લોરેન્સ 'જોખમી અને રાક્ષસી વાવાઝોડું' છે. લોકો પાસે આજે સ્થળાંતર કરવાનો અંતિમ ચાન્સ છે. સ્ટેટ આ વાવાઝોડાંને હળવાશથી નથી લઇ રહ્યું છે અને તેથી જ કોઇ પરિવારે તેને હળવાશથી ના લે. 
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માઇકલ પેનહેન્ડલ સુધી પહોંચતા સુધી વધુ શક્તિશાળી બની જાય તેવી શક્યતાઓ છે. ફ્લોરિડાના બિગ બેન્ડ એરિયામાં 12 ફૂટ ઉંચા મોજા ઉછળશે.