BREAKING NEWS

logo

નેનો નહીં અા કાર મળશે રૂપિયા 1 લાખમાં, અાવી રહી છે મેગાપિક્સેલ

કાર ચલાવવાનું સપનું તો દરેક વ્યક્તિ જોવે છે પરંતુ કારની કિંમત એટલી પણ ઓછી નથી હોતી કે કોઈ પણ એટલી સરળતાથી કારના માલિક બની જાય. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ ‘બે-કાર’ રહેશે કારણકે આજે અમે તમને એક એવી કાર વિષે જણાવીશું જેની કિંમત માત્ર એક લાખ રૂપિયા હશે. અને આ કામને અંજામ આપવાની જવાબદારી લીધી છે ટાટા મોટર્સે. જીનેવા મોટર શોમાં જોવા મળી હતી પહેલી ઝલક- તમને જણાવી દઈએ કે ટાટાના 82માં જેનેવા મોટર શોમાં આ કારને દુનિયાની સામે રજુ કરવામાં આવી હતી. ત્યારપછી આ કાર વિશે કોઈ જ જાણકારી નથી. ક્યારે લોન્ચ થશે ના કહી શકાય પરંતુ આ કાર પર કામ ચાલી રહ્યું છે.

ટાટાએ તેની આ કારને મેગાપિક્સેલ નામ આપ્યું છે. 4 લોકોને બેસવાની હશે સુવિધા- ટાટાની આ મેગાપિક્સેલમાં 4 લોકોને બેસવાની વ્યવસ્થા હશે અને પ્રતિ કિલોમીટર 22 ગ્રામ કાર્બન ડાઈ ઓક્સાઈડનું ઉત્સર્જન કરશે. માઈલેજ- આ કાર વિશે હજુ તો વધારે જાણવા નથી મળ્યું પરંતુ માઈલેજ જે આપણા દેશમાં એક મોટો પ્રશ્ન હોય છે તે મામલે આ કાર બજારમાં ઉપલબ્ધ બધી કારોને ટક્કર આપશે. સુત્રોનું માનીએ તો આ કારની માઈલેજ પણ 900 કિમી સુધી હોઈ શકે છે.

આ કાર રેન્જ એક્સ્ટેન્ડેડ ઇલેક્ટ્રિક વ્હીકલ (REEV) ના કોન્સેપ્ટમાં બેસ્ટ છે અને એક ચાર્જિંગમાં 900 કિમી સુધી ચાલી શકે છે. આ કારની માઈલેજ જ લોકોમાં આ કાર માટે આકર્ષણ ઉભુ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ટાટા લખટકિયા કારના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી ચુક્યું છે. સામાન્ય લોકોને સૌથી સસ્તી કાર આપવા માટે ટાટાએ નેનો લોન્ચ કરી હતી પરંતુ આ કાર માર્કેટમાં કંઈ ખાસ કમાલ નથી બતાવી શકી હવે જોવાનું એ રહેશે કે મેગાપિક્સેલ લોકોને કેટલી પસંદ આવે છે