BREAKING NEWS

logo

મોદી પાસે રાહુલે માગ્યું રાજીનામું, રફાલ પર રાહુલ ગાંધીના પીએમને તીખા સવાલ

રફાલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને ભ્રષ્ટાચારી ગણાવીને ફ્રાંસ સાથેના સોદાની જેપીસી તપાસ કરાવવાની માગણી કરી છે. ભૂતકાળમાં વડાપ્રધાન મોદી માટે ચોર શબ્દનો ઉપયોગ કર્યા બાદ હવે રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે પીએમ મોદી પર સીધો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ દેશના ચોકીદાર બનવવાનો વાયદો કર્યો હતો.

પરતું જનતાને કરેલા વાયદા ભૂલીને વડાપ્રધાન બીજી દુનિયામાં છે અને તેઓ પોતે કરેલા વાયદા પર બિલકુલ બોલવા તૈયાર નથી. રફાલ ડીલથી 45 હજાર કરોડ રૂપિયાના દેવાદાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને વડાપ્રધાન મોદીએ ત્રીસ હજાર કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વડાપ્રધાન મોદીની રફાલ ડીલ મામલે ચુપકીદી પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે જો વડાપ્રધાન મોદી પાસે સવાલોના જવાબ હોય નહીં.

તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. વડાપ્રધાન મોદીએ રફાલ ડીલ દ્વારા અનિલ અંબાણીને વળતર ચુકવ્યું હોવાનો આરોપ લગાવીને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની ફ્રાંસ મુલાકાત પર પણ સવાલ કર્યો છે. રફાલ ડીલ માત્ર યુદ્ધવિમાનનો સોદો નહીં આખા સંરક્ષણ ક્ષેત્રનો મામલો છે.

  • રફાલ ડીલ પર રાહુલ ગાંધીના સવાલ
  • રફાલ ડીલથી અનિલ અંબાણીને ફાયદોઃ રાહુલ ગાંધી
  • 30 હજાર કરોડ રૂપિયાનો અનિલ અંબાણીને ફાયદોઃ રાહુલ
  • નિર્મલા સીતારમણને શા માટે ફ્રાંસ જવું પડ્યું છે? રાહુલ ગાંધી
  • અનિલ અંબાણીના ચોકીદાર બન્યા પીએમ મોદીઃ રાહુલ ગાંધી
  • સચ્ચાઈ છે કે પીએમ મોદી ભ્રષ્ટાચારી છેઃ રાહુલ ગાંધી
  • અનિલ અંબાણી પર 45 હજાર કરોડનું કર્જઃ રાહુલ ગાંધી
  • પીએમ મોદીએ અનિલ અંબાણીને વળતર ચુકવ્યુઃ રાહુલ ગાંધી
  • પીએમ મોદીએ રાજીનામું આપવું જોઈએઃ રાહુલ ગાંધી
  • પીએમ મોદી બીજી દુનિયામાં છેઃ રાહુલ ગાંધી
  • ચૂંટણીના કરેલા વાયદા પર પીએમ મોદી બોલતા નથીઃ રાહુલ ગાંધી
  • રફાલ ડીલ આખા સંરક્ષણ ક્ષેત્રનો મામલોઃ રાહુલ ગાંધી
  • રફાલ ડીલમાં પીએમ મોદીએ ભ્રષ્ટાચાર કર્યો છેઃ રાહુલ ગાંધી
  • રફાલ ડીલ પર તપાસ થાય, જેપીસી બનાવવામાં આવેઃ રાહુલ ગાંધી