BREAKING NEWS

logo

બિહારમાં મુખ્યપ્રધાન નીતિશકુમાર પર ફેંકાયું ચંપલ : નસીબવાળા બીજીવાર બચી ગયા

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર પટનામાં જેડીયુના છાત્ર સંગમના કાર્યક્રમમાં ચંદન નામના એક શખ્સે ચંપલ ફેંક્યું હતું. જો કે પટનાના બાપુ સભાગારમાં યોજાયેલા કાર્યક્રમમાં ચંદન દ્વારા ફેંકવામાં આવેલું ચંપલ ડાયસ સુધી પહોંચ્યું ન હતું. જો કે આ ઘટના બાદ નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ ચંપલ ફેંકનારા શખ્સ ચંદનની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલો યુવક ચંદન તિવારી ઔરંગાબાદનો વતની છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર અનામતના વિરોધમાં ચંપલ ફેંકવાની ઘટના બની છે. ચંપલ ફેંકનારો ચંદન તિવારી સવર્ણ સેનાનો વર્કર હોવાનું સામે આવ્યું છે.

આ પહેલા જાન્યુઆરી-2016માં બખ્તિયારપુરના એક કાર્યક્રમમાં સામેલ થવા ગયેલા મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર જોડું ફેંકવામાં આવ્યું હતું. 2016ની ઘટના વખતે પણ નીતિશ કુમાર મહિલાઓને 35 ટકા અનામત અને દારૂબંધીના નિર્ણય પર બોલી રહ્યા હતા. ત્યારે એક યુવકે તેમનના ઉપર જોડું ફેંક્યું હતું. જો કે તે વખતે પણ ચંપલ ડાયસ સુધી પહોંચી શક્યું ન હતું.