BREAKING NEWS

logo

રાત્રીનાં 10થી સવારનાં 6 સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધઃ EC

ન્યૂ દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણામાં આગામી મહીને જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આયોગે નિષ્પક્ષને માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત પાંચેય રાજ્યોમાં રાત્રે 10 કલાકથી લઇને સવારનાં 6 વાગ્યા સુધી એસએમએસ અથવા વોટ્સએપ કોલને આધારે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

વોટ્સએપ કોલ પર લગાવ્યો પ્રતિબંધઃ 
ચૂંટણી આયોગે દરેક રાજ્યોમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓને છેલ્લાં દિવસોમાં મોકલવામાં આવેલ પત્રમાં આ વાત કહી છે. પત્રમાં લખ્યું છે કે આયોગે 20 એપ્રિલનાં રોજ જે પત્ર લખ્યો હતો તેમાં સંશોધન કરીને એવું જોડી દેવામાં આવ્યું છે કે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગ્યા બાદ રાતનાં 10 કલાકથી સવારનાં 6 કલાક સુધી ઘર-ઘર જઇને ચૂંટણી પ્રચાર કરવો, એસએમએસ કરવા અથવા તો વોટ્સએપ કોલ કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે કેમ કે નાગરિકોની ગોપનીયતાનું સમ્માન કરવું એ પણ અતિ આવશ્યક છે જેથી તેઓને કોઇ મુશ્કેલી ઉભી ના થાય.

આદેશનું પાલન કરવામાં આવેઃ 
ઉલ્લેખનીય છે કે 18 જુલાઇનાં ઉચ્ચતમ ન્યાયાલયનાં આદેશ બાદ આયોગે 26 સપ્ટેમ્બરનાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાતનાં 10 કલાકથી સવારનાં 6 કલાક સુધી લાઉડસ્પીકરનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આયોગે રાજ્યોનાં મુખ્ય અધિકારીઓને એવું જણાવ્યું કે, તેઓ દરેક ચૂંટણી અધિકારીઓને સુનિશ્ચિત કરી દે કે આ આદેશનું પાલન કરવામાં આવે અને તેઓનો રિપોર્ટ પણ મોકલવામાં આવે