BREAKING NEWS

logo

સૌથી શક્તિશાળી પાસપોર્ટ આ દેશનો, અમેરિકા નથીઃ ભારતના ક્રમથી મોદી સરકારને ઝટકો

હાલમાં જ ઇન્ટરનેશનલ સર્વે કંપની હેનલી એન્ડ પાર્ટનર્સે વિશ્વભરના પાસપોર્ટની રેંકિંગની યાદી તૈયાર કરી છે. જેમાં જપાનનો પાસપોર્ટ દુનિયાનો સૌથી તાકતવાર પાસપોર્ટ બતાવવામાં આવ્યો છે. જ્યારે ભારતનો નંબર આ વર્ષે નીચે ખસીને 81 ક્રમે પહોંચ્યો છે.

રેંકિંગનો આધાર એ હતો કે દેશનો પાસપોર્ટ કેટલાં અન્ય દેશોમાં વિઝા વગર પ્રવેશ અપાવી શકે છે. જપાન દુનિયામાં સૌથી અધિક દેશોમાં વિઝા વગર પ્રવેશ અપાવે છે. સાથે જ આ વર્ષે મ્યાનમારે વિના વિઝા પ્રવેશની માન્યતા આપી છે, જેના બાદ જપાની પાસપોર્ટ દુનિયાના 190 દેશોમાં વીઝા-ફ્રી એન્ટ્રી અપાવવામાં માન્ય થઈ ગયો.

જપાને સિંગાપોરને પાછળ છોડ્યું છે, જેનો પાસપોર્ટ 189 દેશોમાં વિઝા વગર પ્રવેશ અપાવી શકે છે. જર્મની (188) ત્રીજા નંબર પર છે. ભારતનો પાસપોર્ટ 60 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી અપાવે છે. જો કે ગયા વર્ષની સરખામણીએ ભારતની રેન્કિંગ 6 પોઈન્ટ સુધરી છે, પરંતુ છેલ્લાં 5 વર્ષમાં દેશની રેન્કિંગ 5 પોઈન્ટ નીચે ગઈ છે.

ગયા વર્ષે ભારત 87મા ક્રમે હતું. હેન્લી એન્ડ પાર્ટનર્સ 2006થી આ પાસપોર્ટ રૅન્કિંગ જાહેર કરે છે. 2006માં ભારત 71મા ક્રમે હતું. અત્યાર સુધી 10 પોઈન્ટ સુધી નીચે આવી ચૂક્યું છે. 2015માં ભારતની રૅન્કિંગ સૌથી ખરાબ 88ના ક્રમે રહી હતી.

પાસપોર્ટની રેન્કિંગને એ આધાર પર મહત્વ માનવામાં આવે છે કે કોઈ પણ દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ પણ દર્શાય છે. 12 વર્ષમાં UAEના પાસપોર્ટની સ્થિતિ સૌથી વધુ સુધરી. લિસ્ટમાં અમેરિકા અને બ્રિટનનો પાસપોર્ટ સંયુક્તરૂપથી 5મા ક્રમે છે.

બંને દેશોનો પાસપોર્ટ 186-186 દેશોમાં માન્ય છે. ચીન 71મા અને રશિયા 47મા સ્થાન પર છે. પડોશી દેશોમાં પાકિસ્તાન 104મા અને બાંગ્લાદેશ 100માં સ્થાન પર છે. ગત વર્ષે પાકિસ્તાન 102મા સ્થાન પર હતું. રિપોર્ટ મુજબ 2006થી અત્યાર સુધી સંયુક્ત આરબ અમીરાતને પાસપોર્ટે સૌથી વધારો સુધાર દેખાયો.

2006માં UAEનો પાસપોર્ટ 62મા સ્થાન પર હતું. હવે તે 21મા ક્રમે છે. પાસપોર્ટ રેન્કિંગ 2006થી જાહેર કરે છે, ત્યારે ભારત 71મા ક્રમે હતું.

ભારતનું પાંચ વર્ષોમાં પાંચ સ્થાન

2014માં 76મો ક્રમ
2015માં 88મો ક્રમ
2016માં 85મો ક્રમ
2017માં 87મો ક્રમ
2018માં 81મો ક્રમ