BREAKING NEWS

logo

BJPના 121 વિધાનસભ્યોમાંથી 40%નું પદ જોખમમાં

દુકાળ, મોંઘવારી, ઇંધણ દર વધારો અને સરકારી નીતિઓને પગલે ટીકાઓનો સામનો કરતી કેન્દ્રમાંની મોદી સરકાર અને રાજ્યમાંની ફડણવીસ સરકારે જનમતની ચકાસણી આરંભી છે. તેના જ એક ભાગ તરીકે રાજ્યમાંની ભાજપ સરકારે ગુપચુપ સરવે હાથ ધર્યો હોવાનું સામે આવ્યું છે.

નવી દિલ્હીમાંની ચાણકય સંસ્થાએ હાથ ધરેલા સરવેમાં ભાજપના રાજ્યમાંના છ સાંસદ અને લગભગ 50 વિધાનસભ્યોના પદ જોખમમાં છે. મહારાષ્ટ્રમાં કરાયેલા સરવે અનુસાર ભાજપના 121 વિધાનસભ્ય પૈકી 40 ટકા વિધાનસભ્યોની કામગીરી ખૂબ જ નિરાશાજનક છે.

આ સરવેમાં મતદારોને તેમના મતદારસંઘમાંના વિધાનસભ્યો/સાંસદોને રેટિંગ આપવા જણાવાયું હતું. સાંસદો તેમ જ વિધાનસભ્યોની કામગીરી સંતોષકારક છે કે નહીં ? એવો પ્રશ્ન સરવેમાં પૂછાયો હતો.

હાલના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન સુભાષ ભામરેની કામગીરી ખૂબ જ નિરાશાજનક હોવાનું સરવેમાં જણાવાયું છે. તેમને માત્ર 19 ટકા જ મળ્યા છે તો તેમને જ્યારે આ વિશે સવાલ કરાયો ત્યારે ભામરેએ પોતાને 50 ટકા મત મળ્યા હોવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત રાજ્યના પૂર્વ મંત્રી એકનાથ ખડસેની વહુ સાંસદ રક્ષા ખડસેની કામગીરી અત્યંત નિરાશાજનક હોવાનું જણાવાયું છે. ભાજપના સાંસદ-વિધાનસભ્યોની બેઠક મંગળવારે દાદરના વસંત સ્મૃતિના ભાજપ મુખ્યાલયમાં થઇ હતી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રમુખપદ હેઠળ આ બેઠક યોજાઇ હતી.