BREAKING NEWS

logo

ગુજરાતના ધારાસભ્યોના પગાર વધારાનું બિલ લટક્યું, રાજ્યપાલે મંજૂરી નથી આપી

રાજ્ય સરકારે ધારાસભ્યોના પગાર વધાર્યા હતા તે બિલને હજુ મંજૂરી મળી ન હોવાની માહિતી છે. રાજ્યપાલ પાસે ધારાસભ્યોના પગાર વધારાનું બિલ વિચારણા હેઠળ છે. પગાર વધારા સિવાયના તમામ બિલને રાજ્યપાલની મંજૂરી મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. મહત્વું છે કે પાછલા મહિને બે દિવસનું વિધાનસભાનું ચોમાસુ સત્ર મળ્યું હતું ત્યારે સત્રના પહેલા જ દિવસે રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોના પગારમાં ત્રણ ગણો વધારો જાહેર કરીને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. અને સર્વાનુમતે પસાર પણ થઈ ગયું હતું. જે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતુ. ધારાસભ્યો અને પ્રધાનોના પગારમાં ધરખમ વધારાની જાહેરાત થતાં જ સામાન્ય પ્રજામાં અનેક તર્કવિતર્કો અને સવાલો ઉઠ્યા છે. ત્યારે રાજ્યપાલે ધારાસભ્યોના પગાર વધારાના બિલને હજુ મંજૂરી ન આપી હોવાનું માહિતી છે.