BREAKING NEWS

logo

દેશના મુખ્ય ન્યાયાધીશનો સૌથી મોટો ફેંસલો, ન્યાય માટે હવે લાંબી રાહ નહીં જોવી પડે

દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધારે કેસનો ભરાવો છે. તેને જોતા દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વર્કિંગ ડે પર ન્યાયાધીશોની રજા પર રોક લગાવી છે. ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોગોઈએ હાઈકોર્ટોની મુખ્ય ન્યાયાધીશોને નિર્દેશ આપ્યો છે કે અનિયમિત સદસ્યોને ન્યાયિક કાર્યોમાંથી હટાવવામાં આવે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટમાં અંદાજે 55 હજાર, દેશની 24 હાઈકોર્ટોમાં 32.4 લાખ અને નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસો વિલંબિત છે.

અદાલતોમાં વિલંબિત કેસોના બોજાને ઘટાડવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યદિવસ દરમિયાન નો-લીવ ફોર્મ્યુલાના નિર્દેશ આપ્યા છે. દેશના ન્યાયતંત્રની ત્રિસ્તરીય વ્યવસ્થામાં કરોડો કેસોનો ભરાવો ન્યાયના માર્ગમાં અડચણ બન્યો છે. જેના કારણે ન્યાય મેળવવા માંગતા લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે.

ત્રીજી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદે શપથ લેનારા જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ કરોડો કેસોનો બોજો હળવો કરવા માટે પગલા ઉઠાવવાના સંકેત આપ્યા હતા. પદભાર સંભાળ્યાના એક સપ્તાહની અંદર તેમણે પ્રત્યેક હાઈકોર્ટના કોલેજિયમ મેમ્બર્સમાં સામેલ ચીફ જસ્ટિસ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો સાથે ચર્ચા કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે વિલંબિત કેસોને ઘટાડવા માટે કેટલીક આકરી દવાઓની સલાહ આપી હતી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કડવી દવાના ડોઝની સલાહ આપતા અદાલતી કાર્યવાહી દરમિયાન નિયમિત હોય નહીં તેવા ન્યાયાધીશોને ન્યાયિક કામકાજમાંથી હટાવવાની સલાહ આપી છે. હાઈકોર્ટ અને નીચલી અદાલતના ન્યાયાધીશોને ઈમરજન્સીની સ્થિતિ સિવાયના વર્કિંગ ડેમાં નો-લીવ ફોર્મ્યુલા અનુસરવાની તાકીદ પણ કરવામાં આવી છે. તેની સાથે તેમને વર્કિંગ ડે દરમિયાન સેમિનાર અથવા સત્તાવાર કાર્યક્રમોથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ સિવાય વર્કિંગ ડે દરમિયાન જજોના એલટીસી પર પણ રોક લગાવવામાં આવી છે. હાલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને એક વર્ષમાં ત્રણ એલટીસી મળે છે. જ્યારે ટોપ બ્યૂરોક્રેટ્સને ચાર વર્ષના અંતરાલમાં બે વખત એલટીસી મળે છે. આ પહેલા 2013-14માં તત્કાલિન સીજેઆઈ પી. સદાશિવમે પોતાના સાથી ન્યાયાધીશોને કોર્ટના વર્કિંગ ડેમાં વિદેશ પ્રવાસ નહીં કરવાની સલાહ આપી હતી.

આ સિવાય સીજેઆઈ રંજન ગોગોઈએ અદાલતોમાં ખાલી પદોને તાત્કાલિક ભરવા માટે પગલા ભરવા માટે પણ તાકીદ કરી છે. નીચલી અદાલતોમાં કેસના ઝડપી નિપટારા માટે નિયમિત મોનિટરિંગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. આ સિવાય પાંચ વર્ષ અથવા તેનાથી વધારે લાંબા સમયથી પેન્ડિંગ કેસોને સુનાવણી માટે તાત્કાલિક લિસ્ટ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. સીજેઆઈ દ્વારા હાઈકોર્ટના કોલેજિયમને સલાહ આપવામાં આવી છે કે ન્યાયાધીશોની નિયુક્તિ માટે સર્વશ્રેષ્ઠ સંભવિત નામની પસંદગી કરવામાં આવે.

  • સીજેઆઈ રંજન ગોગોઈનો મહત્વનો નિર્ણય
  • કોટીના વર્કિંગ ડે પર જજોની રજાઓ પર રોક
  • દેશભરની અદાલતોમાં ત્રણ કરોડથી વધુ કેસો વિલંબિત
  • જજો માટે ઈમરજન્સી સિવાય વર્કિંગ ડે પરનો લીવ ફોર્મ્યુલા
  • સુપ્રીમ કોર્ટમાં અંદાજે 55 હજાર કેસો પેન્ડિંગ
  • 24 હાઈકોર્ટોમાં હજી 32.4 લાખ કેસો વિલંબિત
  • નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસો વિલંબિત

દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધારે કેસનો ભરાવો છે. તેને જોતા દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વર્કિંગ ડે પર ન્યાયાધીશોની રજા પર રોક લગાવી છે. ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોગોઈએ હાઈકોર્ટોની મુખ્ય ન્યાયાધીશોને નિર્દેશ આપ્યો છે કે અનિયમિત સદસ્યોને ન્યાયિક કાર્યોમાંથી હટાવવામાં આવે. નિર્દેશ આપવામાં આવ્યો છે કે હાઈકોર્ટો અથવા નીચલી અદાલતના ન્યાયાધીશો વર્કિંગ ડે પર ઈમરજન્સી સિવાય કોઈ રજા લે નહીં. તેની સાથે જ કોર્ટના કાર્ય દિવસો દરમિયાન ન્યાયાધીશોના એલટીસી લેવા પર પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રોક લગાવવામાં આવી છે. ત્રણ કરોડથી વધુ કેસોમાંથી દેશની નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસો વિલંબિત છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં અંદાજે 55 હજાર અને 24 હાઈકોર્ટોમાં હાલ 32.4 લાખ કેસો પેન્ડિંગ છે.