BREAKING NEWS

logo

પ્યોગંચાંગ 2018 : સૌથી મોટા વિન્ટર ઓલિમ્પિકમાં 2925 ખેલાડીઓ ભાગ લેશે

દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં આ વર્ષે યોજાનાર વિન્ટર ઓલિમ્પિક રમતોત્સવમાં લગભગ 2925 ખેલાડીઓ ભાગ લેશે. જે ઇતિહાસમાં સૌથી મોટુ વિન્ટર ઓલિમ્પિક બની રહેશે. આયોજન સમિતિએ સોમવારે નામાંકનના સમાપન પર આ જાણકારી આપી.

92 દેશોના કુલ 2925 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. વિન્ટર ઓલિમ્પિકનું આયોજન 9થી 25 ફેબ્રુઆરી સુધી દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં કરવામાં આવ્યું છે.