BREAKING NEWS

logo

સળંગ ૭૦૦ દિવસ થી કલા સાધના દ્વારા અનોખું અભિયાન યુવાચિત્રકાર બિપિન પટેલ ની સિદ્ધિ .....

રેલાતા રંગો ની મોહકતા કોને ના ગમે ??? 
મળી જાય જો એમાં કુદરત નું સાનિધ્ય ....
રંગો ની એ ભાષા માં શબ્દ નીકળે ....
 
એક તરફ રાજ્ય માં ફાઈન આર્ટ કોલેજો બંધ થઇ રહીછે અને કલાશિક્ષક ની ભરતી અંગે શાળાઓમાં તંત્ર નું ઓરમાયું વર્તન થઇ રહ્યું છે ત્યારે યુવાચિત્રકાર બિપિન પટેલ કલા દ્વારા  છેલ્લા ૭૦૦ દિવસ થી અનોખો સંદેશો આપી રહ્યા છે .
 
મહીસાગર જિલ્લા ના સંતરામ પૂર પાસે છાયણ ગામ માંથી આવતા યુવા ચિત્રકાર બિપિન પટેલે નારગોલ થી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિવરસિટી માંથી ફાઈન આર્ટ  માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલો છે .
આ ગુજ્જુ યુવાન આર્ટિસ્ટ એ વોટર કલર થી ગ્રામ્યજીવન ,ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે .આ લખાય છે તે દિવસ સુધીમાં છેલ્લા ૭૦૦ દિવસ થી સોશિઅલ મીડિયા ના માધ્યમથી કલાચાહકો સમક્ષ તેમની સુંદર વોટરકલર ની કલા દ્વારા સુપ્રભાત કહેવાનું ચુકતા નથી ,રોજ એક વોટર કલર કૃતિ થી ગુજરાત ની ધરતી  ને રંગો થી ધબકતું રાખનાર બિપિન  પટેલ ને કારણ પૂછતાં ચહેરા ઉપર ઉત્સાહિત ભાવ સાથે જણાવ્યું ...
કુદરતે જે અઢળક સૌંદર્ય ધરતી ઉપર વેર્યું છે 
તે કદાચ આવનારા સમય માં જોવા મળશે કે કેમ ?? રોજે રોજ માનવી ઘ્વારા થતું અતિક્રમણ કે ગામડાઓ નું થતું  શહેરી કરણ ..કુદરતી સૌંદર્ય ,કુદરતની કારીગરી ને પોતાની કલા ઘ્વારા જીવંત બનાવવા નો પ્રયાસ સાથે આર્ટ સાથે સંકળાયેલ તમામ લોકો ને એક સંદેશો 
"કામ જ આપણી ઓળખ" .....
એમનો અનુભવ એમનાજ શબ્દો માં કહું તો કલા સાથે આત્મીયતા કેળવી એની પાછળ પાગલ થઇ જાઓ તોજ કલા નો સાક્ષાત્કાર ચોક્કસ થઇ શકે ..
સાથે રોજ પોતાની રુચિ હોય તે કાર્ય માં દરેકે સ્વાધ્યાય કરવો જોઈએ ..તોજ સભ્ય સમાજ ને સંદેશો આપી શકાય .
પ્રધાન મંત્રી મોદીજી નું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગ દિલ્હી ખાતે  PM ઓફિસે શોભા વધારી રહ્યા છે ..યુનેસ્કો ઘ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા માં Best upcoming Artist નો એવોર્ડ મળેલ છે .એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન  સુરત ઘ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ ઘ્વારા આયોજિત સોમનાથ  ક્લાયજ્ઞ  2017 ભારત ભર થી આવેલ ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો . તાજેતર માં ભારત ની આર્ટ સંસ્થા બિન્દાસ  આર્ટ ની વિશ્વકક્ષા ની વોટર કલર સ્પર્ધા માં બીજા નંબરે આવીને ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે .
આપણા ભારત ના વોટર કલર આર્ટિસ્ટ વચ્ચે બિપિન પટેલ નું સ્થાન એ ગુજરાત માટે ગૌરવ છે .
 
કોલકાત્તા ની ગલીઓ ,રસ્તાઓ ,ઐતિહાસિક સ્મારકોને ગુજરાત ના યુવા ચિત્રકારે સ્થળ ઉપરજ બેસીને લાઈવ પેઇન્ટિંગ વોટર કલર થી 
કંડાર્યા હતા .કોલકાત્તાની ગલીઓમાં  કલારસિકો ને ભારે ઘેલું લગાડ્યું હતું.
પ્રગતિ ક્રિએટિવગ્રુપ  દ્વારા આયોજિત  ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ  ફોટોગ્રાફી  એકજીબિશન બિરલા એકેડેમી  ઓફ આર્ટ & કલચરલ ભવન કોલકાત્તા માં ગુજરાત ના યુવા આર્ટિસ્ટ નું મુખ્ય મહેમાન તરીકે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું .
રંગો ના જાદુગર કહીશ બિપિન પટેલ ને ..સરળ સ્વભાવ ,સતત કલા સાથે નો યોગ ..રોજ કંઈક નવું ...અદભુત કલાગીરી લેન્ડસ્કેપ ની ...
બિપિન પટેલ રંગો  ઘ્વારા ચિત્ર સર્જન કરે ત્યારે કલા પરાકાષ્ઠા એ પહોંચે ...
એમની શબ્દો ની ઉર્જા પણ ગજબ ની 
પ્રેરણા પુરી પાડે છે ..ચિત્ર કામ કરતા કરતા બિપિન પટેલ ની સુંદર રચના અહીં રજુ કરું છું ..
"નિહાળતો રહ્યો છું ,હું મારા ને મારા 
આ જીવન માં !!!
વર્ષો વીતી ગયા બનાવેલી મારી એ તસ્વીરો માં !!
હજી તો બાકી છે ,ઘણા જન્મો લેવાના ,
ને 
ખૂંટી મારી તસ્વીરો લગાવવા ના !!
અવતરવું તો ઠીક છે ,....
એ છતાં ..
આમ ક્યાં મુંજાય છે "બિપિન "
હજી તો સ્વર્ગ માં પણ ..
ચીતરવાનું બાકી છે !!!!.