BREAKING NEWS

logo

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી, નથી મળી રહી ભીડ

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ અને ટેકનોલોજી સમીટના કાર્યક્રમમાં  હાજરી આપી. જોકે મુખ્યપ્રધાનના આ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, વિશ્વસ્તર દેશ આર્થિક ક્ષેત્ર આગળ વધે તે દિશામાં વિદ્યાર્થીઓના પ્રયાસ થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા. ત્યારે તેમણે વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી અને આજે ગુજરાત સહિત દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ માટે સક્ષમ બની ગયા છે.