BREAKING NEWS

logo

વસ્ત્રાલ મહેસૂલ ભવન કચેરી નેટ સેવા ખોરવાઇ-છેલ્લા બે દિવસથી ધક્કાખાતા લોકો ત્રસ્ત, મહેસૂલ સહિતના તમામ કામો ઠપ થયા

મ્યુનિ.તંત્રના આડેધડ ખોદકામથી વાહનચાલકો પરેશાન છે. તો ખોદકામ દરમિયાન જરૂરી તકેદારીઓ રાખવાની બાબતની અવગણના થઇ રહી છે. તેવામાં ગઇકાલે ઓઢવમાં ખોદકામ દરમિયાન બીએસએનએલનો કેબલ કપાઇ ગયો હતો. જેના કારણે આ વિસ્તારની કેટલીક સરકારી કચેરીઓમાં નેટ સેવા ખોરવાઇ જતા તમામ કામકાજ બંધ થઇ ગયુ છે.

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખોદકામની કામગીરી દરમિયાન બીએસએનએલનો કેબલ કપાઇ જતા મોટાભાગની સરકારી કચેરીઓમાં નેટ કનેક્શન બંધ થઇ જવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી નેટ બંધ હોવાથી વસ્ત્રાલ મહેસુલ ભવન, નિકોલ, ઓઢવ, વટવાની ઝોનલ ઓફિસોમાં પણ તમામ પ્રકારના કામો ઠપ થઇ જતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવકના દાખવા મેળવવા, રેશનકાર્ડને લગતી કામગીરી, ઇ-ધરાની કામગીરી, ચૂંટણીકાર્ડને લગતી કામગીરી તેમજ મહેસુલી કામગીરી સદંતર ખોરવાઇ જતા આ વિસ્તારના હજારો લોકોએ આ અસહ્ય ગરમીમાં ધક્કાઓ ખાવાની નોબત આવી પડી છે.