BREAKING NEWS

logo

સાવરકુંડલા તાલુકાના બાંઢડા થી જાબાળ સુધીના વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટુ

સાવરકુંડલા તાલુકાના બાંઢડા થી જાબાળ સુધીના વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટુ પડયું. કમોસમી વરસાદ ખાબકતા રોડ આસપાસ વરસાદી પાણીનાં ઠેરઠેર ખાબોચીયા ભરાયા હતા. ભારે ગરમીની વચ્ચે અચાનક વરસાદ વરસતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જોકે વરસાદને લીધે રાહદારીઓ અને વાહનચાલકોને તાત્કાલીક સુરક્ષિત સ્થળ શોધવાની જરૂર પડી હતી. સાવરકુંડલા બાદ અમરેલીના ધારી તાલુકાના જીરા, ખિસરી, કરમદડી, ત્રંબકપુર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરીમમાંથી રાહત મેળવી હતી તો ધારીના ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી કે, કેરીના પાકને વરસાદ નુકસાન કરશે.